આજે એક જૂની રચના – કર્ણિક ભાઇ શાહના મધુર અવાજમાં. આનું રેકૉર્ડીંગ એક બેઠ્કમાં થયેલું છે, તેથી વાથ્યોની કમીછે. તો પણ આશા છે કે તમે ગઝલની મજા માણી શકશો … ગઝલ સાંભળવા માટે ટહુકો પર જાવ.
જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે
સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે
રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે
ઓળખ તો માનવીની અહિં કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે
મૃત્યુના રૂપમાં, તને મળશે નવું જીવન
કુંપળ ની વાત માં, કદી ખરવાની વાત છે
આંખોથી શોધશે, તો એ મળશે નહીં તને,
ઈશ્વર, ધરમ, ને પ્રેમ્, એ શ્રધ્ધાની વાત છે
હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)
Filed under: ઈશ્વર, ગઝલ, જીવન, પરિવાર | 6 Comments »