This poem captures our essential identity as a traveller and captures how our own nature affects us. This is one of my favorite ghazals. Enjoy!
મુસાફિરને આજે
મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.
ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.
નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.
તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ … 2005
Filed under: ઈશ્વર, કવિતા, ગઝલ, જીવન, પરિવાર, પ્રેમ, વિષયો ..., સમાજ
Simply Superb! Exceptional! I have read and liked many ghazals written by Mr. Bhatt and others, but this one is one of my the most favorite ghazals.
Friends,
You can listen this ghazal on http://www.tahuko.com
Vinod