જીવન જો કરશે કોઇ સવાલો …

This ghazal is on the what if’s in life. Enjoy!

 

જીવન જો કરશે કોઇ …

જીવન જો કરશે કોઇ સવાલો, તો શું થશે?
ગમશે નહિં જો કોઇ જવાબો, તો શું થશે?

રસ્તો કરી અલગ, ભલે ચાલી ગયા તમે
યાદ આવશે જો મારો સહારો, તો શું થશે?

માંગી સફર મળે અને, મનગમતો સાથ હો
આંખોમાં ઘેલછા જો સજાવો, તો શું થશે?

તું તો જગત બનાવી, નિરાકાર થઈ ગયો
ઈશ્વર અમે બનાવ્યા હજારો, તો શું થશે?

મોજાની રીત છે,તમે લખશો, એ ભુંસશે
તોયે કિનારે ઘર જો બનાવો,તો શું થશે?

દોડ્યા કર્યું તમે, તો ખુશી દોડતી રહી
લેશો કદી જો કયાંક વિસામો, તો શું થશે?

છંદોમાં કાફિયામાં રદીફમાં કહું છું જે,
સંકેત એ સમજશે જમાનો, તો શું થશે?

અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર
ગમશે નહીં, જો સામો કિનારો, તો શું થશે?

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૬

Advertisements

9 Responses

 1. Hello Himanshubhai

  Impressive collection. I really enjoyed reading your ghazals. Will revisit soon.

 2. Nice blog… and very nice poems ( as always !)

  Dhaval.

 3. Dear Himanshu,

  Since I heard you first time in Poetry Festival in Gainesville, Florida, in 2002, you have blossomed wonderfully. I am impressed with your command of Urdu also. The following lines are great,

  Moja nee reet chhe, tame lakhsho ne e bhusashe….

  Great message ! I wish you very productive and deeply enriching experience, for you and your readers through your poems in the years to come. With best wishes and warmest personal regards,

  Dinesh O. Shah, Ph.D., Gainesville, FL, USA

 4. Saras Sharuaat
  welcome!
  ane shakya hoya to tamaara aagala kaamne convert karee ahi lai aavo to bahu ja majhaa padashe Vishal monapara e font converter http://www.gurjardesh par mukyu chhe je 90% correct conversion in Unicode 8 kare chhe. please call me at your comfortable time will talk.

 5. હિમાંશુ, સરસ ગઝલ છે. માણસના મનમાં ઊંડે જે શંકા/ભય હોય છે એની વાત છે. મેં પણ એકવાર “તો શું કરીશું” રદ્દીફ સાથે આ શંકાઓને વાચા આપી હતી. I feel you will be able to relate to it. (http://hemkavyo.wordpress.com/2006/11/16/hello/)

 6. ખુબ સરસ.અભિનન્દન. ગમશે નહીં કોઇ જવાબો….

  જિંદગીના સવાલોના જવાબ આપણને ગમે તેવા બહુ ઓછા હોય છે.!!!

 7. છંદોમાં કાફિયામાં રદીફમાં કહું છું જે,
  સંકેત એ સમજશે જમાનો, તો શું થશે?

  – સાચી વાત… જમાનાની સમજણ એ જ તો કવિતાની સફળતા છે…

 8. જીવન જો કરશે કોઇ સવાલો, તો શું થશે?
  ગમશે નહિં જો કોઇ જવાબો, તો શું થશે?

  રસ્તો કરી અલગ, ભલે ચાલી ગયા તમે
  યાદ આવશે જો મારો સહારો, તો શું થશે?

  માંગી સફર મળે અને, મનગમતો સાથ હો
  આંખોમાં ઘેલછા જો સજાવો, તો શું થશે?

  …EKDAM SARAS..!!

 9. “Yaad Aavshe jo Maro Saharo to Shun Thashe?” Good one.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: