તો શું કરીશ?

Most of our lives, we spend in wishing and trying for our hopes and dreams would come true. What would we do if they did? What if God said “તથાસ્તુ” to all our hopes and dreams? Enjoy!

 તો શું કરીશ?

માંગણી ફળશે કદી, તો શું કરીશ?
લાગણી મળશે કદી, તો શું કરીશ?

જેમના ફળીયામાં તું ફરતો રહ્યો,
બારણે મળશે કદી, તો શું કરીશ?

સુર્યના જો તાપથી ડરતો રહ્યો
ચાંદની બળશે કદી, તો શું કરીશ?

બે જ ડગલાં દૂર હો મંઝિલ, અને
ભાગ્ય ત્યાં છળશે કદી, તો શું કરીશ?

‘રામ’, તું વાતોમાં પાછો આવશે
જાનકી મળશે ફરી, તો શું કરીશ?

કોઈ ના માટે ન’તો લખતો કદી
કોઈ ને ગમશે કદી, તો શું કરીશ?

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૪

Advertisements

4 Responses

 1. જેમના ફળીયામાં તું ફરતો રહ્યો,
  બારણે મળશે કદી, તો શું કરીશ?

  -સરસ વાત!

 2. બે જ ડગલાં દૂર હો મંઝિલ, અને
  ભાગ્ય ત્યાં છળશે કદી, તો શું કરીશ?

  very true …!…aavu bane chhe..

 3. હિમાંશુભાઈ,
  બે જ ડગલાં દૂર હો મંઝિલ, અને
  ભાગ્ય ત્યાં છળશે કદી, તો શું કરીશ?
  **************************

  મુજને હું શોધું સતત , ના-મુજને મળતો,
  મુજને તો છળતો રહે ત્રીજો કિનારો….
  જડ બની ચેતન ભલે ફરતો સદાયે!
  જડ મહીં ઝરતો રહે ત્રીજો કિનારો..

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 4. જેમના ફળીયામાં તું ફરતો રહ્યો,
  બારણે મળશે કદી, તો શું કરીશ?

  વાહ્.. સરસ વાત ! !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: