આર્શિવાદ

Rohan turned 10 years old today.

This is a poem on આર્શિવાદ I wrote for Rohan and Ritu couple of years ago. I wanted to share it with you and wishing the best from our family to yours.

PS: I am posting two versions of this poem. The first one is a ghazal (with some liberties on chand and kafiya).  Incidentally, this meter is same as one from the famous song sung by Lata Mangeshkar:  મિલતી હૈ જીંદગીમેં મોહોબત્ત કભી કભી;  હોતી હૈ દિલબરોંકી ઈનાયત ક્ભી કભી… 

રોહન ને… ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૭

આર્શિવાદ (2007 version)

પર્વત તને મળે કદી, કે રણ તને  મળે
બસ જે સફરમાં ના ડગે, તે ચરણ તને મળે

છો પાનખર મળે કદી, ખિલતું રહે ચમન
પલળી શકે વસંતમાં, તે મન તને મળે

કાબુમાં હો બધું સદા, એમાંય ક્યાં મજા?
ઉર્મી ના અવનવા, રૂડા પવન તને મળે

પથમાં ચડાવ છે, અહિં  ઊતાર છે ઘણા
સ્થિતપ્રજ્ઞ તું રહી શકે, ચિંતન તને મળે

કેડી હો પારકી, કદી તો દોડતો નહિં
તારું છે શું સ્વરૂપ, તે સમજણ તને મળે

તારામાં તત્વ છે,અહિં તું એકલો નથી,
મળવાને કૃષ્ણને, સદા કારણ તને મળે

તારાથી મોટો તો,અહિં તું થાયના કદી
સાચી ઝલક ધરે જે, તે દર્પણ તને મળે

ચાહું છું સાચો કોઈનો તું પ્રેમ પામજે
મુક્તિ મળે છે જ્યાં, તે બંધન તને મળૅ

એવું બુલંદ કોઈ તો તું ધ્યેય ગોતજે
જેથી ઘડે જીવન,અહિં તર્પણ તને મળે

આંખોમાં ગર્વ હો સદા, હૈયામાં કંપ હો
પ્રજળે અનંતમાં સદા, જીવન તને મળે

મારા ગયા પછી, તને તારા વિચારમાં
મારા વિચારની, સદા રજકણ તને મળે

હિમાંશુ ભટ્ટ (ડેડી) … ૨૦૦3

રોહન ને… ૨૩ ફેબ્રુઆરી, 2007

– old version – does not follow any meter –

આર્શિવાદ (2003 version)

પર્વત તને મળે, કે રણ તને મળે
ન ડગે સફરમાં જે, તે ચરણ તને મળે

પાનખરમાં પણ, ખિલે જીવન-સુમન
ને પલળે વસંતમાં, તે મન તને મળે

કાબુમાં હો બધું, એમાંય ક્યાં મજા
ઉર્મી ના અવનવા, પવન તને મળે

પથમાં ચડાવ છે, ને ઉતાર છે ઘણા
સ્થિતપ્રજ્ઞ તું રહે, કે ચિંતન તને મળે

બીજાની કેડી પર, તું દોડતો નહિં
તારા સ્વરૂપની, સમજણ તને મળે

તારામાં તત્વ છે, તું એકલો નથી,
મળવાને કૃષ્ણને, કારણ તને મળે

લાચાર હો જો મિત્ર, તેને તું ના ત્યજે
સાચા એ એક-બે, અનુબંધ તને મળે

તારાથી મોટોતો, તું થાયના કદી
સાચી ઝલક ધરે, તે દર્પણ તને મળે

સાચો પ્રેમ કોઈનો, પામે તું જીવનમાં
જેમાં મળે મુક્તિ, તે બંધન તને મળે

બુલંદ કોઈ તુંય ધ્યેય ગોતજે
જેથી ઘડે જીવન, તર્પણ તને મળે

કરુણા હો, ગર્વ હો, તું જે કંઈ બને
સદા પ્રજળે અનંતમાં, તે જીવન તને મળે

હું જાઉં તે પછી, તારા વિચારમાં
મારા વિચારની, રજકણ તને મળે

હિમાંશુ ભટ્ટ (ડેડી) … ૨૦૦3

Advertisements

8 Responses

 1. Beautiful!

  Thanks for sharing this excellent poem!

 2. You have a gift and it is cultivated well. I can very well imagine any dad saying this. Rohan is probably too young to understand the depth of this – however, you are leaving behind a wonderful set of poems for him to read when he grows up.

 3. Happy Birthday to Rohan –
  – Dada

 4. DEAR HIMANSHUBHAI

  OH….VERY NICE GHAZAL. YOU MUST RECITE IN MUSHAYARA. NOT ONLY THAT YOU MUST GIVE IT TO SOME MAGAZINE.

  I LIKE MOST OF THE SHARES. EXCEPT “ANUBANDH TANE MALE”

  HIMANSHUBHAI…KEEP ON WRITING LIKE THIS.

  MUKESH JOSHI

 5. લાચાર હો જો મિત્ર, તેને તું ના ત્યજે
  સાચા એ એક-બે, અનુબંધ તને મળે

  પાનખરમાં પણ, ખિલે જીવન-સુમન
  ને પલળે વસંતમાં, તે મન તને મળે
  SARAS………GHANA BADHA SHER MANNE SPRSHI GAYA………..

 6. હિમાઁશુભાઇ,
  તમારી કવિતા અને ગઝલોમા કુટુઁબ અને બાળકો તરફ વ્યક્ત થતો તમારો પ્રેમ અને લાગણી તમારી sensitivity વ્યક્ત કરે છે. કવિ શબ્દોની માયાજાળ રચે તે કરતા નીખાલસતાથી પ્રેમ વ્યક્ત કરી શકે તે વધારે મહત્વનુ છે તેમ હુઁ માનુ છુઁ.
  ખુબ જ આનઁદ થયો.
  લલિત

 7. બન્ને વર્ઝનમાંનો એકસરખો પિતૃપ્રેમ સ્પર્શી ગયો ખૂબ સરસ કાવ્ય થયું છે.
  ડેડી તરીકે તમે હંમેશ ખીલી ઉઠો છે.

  ડેડીના ‘આર્શિવાદ’ રોહન અને રિતુને ખૂબ ફળે એવી શુભેચ્છાઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: