સ્નેહે સુ પુત્રી

Today I am sharing with you one of my favorite ghazals. I wrote this when my daughter was still around 3 years of age. Some say, a daughter makes a man – man. I don’t know about that but, I can certainly say that having a daughter does provide a man a different lense for viewing women.

Much is expected of girls in our culture when they embark on womenhood. Do you remember the sloka – કાર્યે સુ મંત્રી, ભોજ્યે સુ માતા …? Now, do you remember any such eloquant advice given to men on how we should treat our wives? After being blessed with a daughter, I made one up for myself   – “સ્નેહે સુ પુત્રી” … Simply put – treat every woman as if she is someone’s daughter …

This ghazal is about a father playing with his toddler while thinking about her growing up before his eyes. While enjoying the present with his daughter, this father is visualizing, uncounciously, the coming of age of his daughter.

 Enjoy!

 

 

ડેડી તમે

ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

બોલે તમારા હોઠ, ને બોલે છે આંખો
મસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો

આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીના
કાંટા અને આજે મને પુષ્પો બતાવો

માણી શકું હું જિંદગીને મારી રીતે
ધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવો

લોકો કહે છે ગાય જેવી દિકરી હો
ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૪

Advertisements

17 Responses

 1. ડેડી તમે કોઈ નવી વાતો સુણાવો
  ખોળામાં લો, બેસો મને સપના ગણાવો

  બહુ હૃદયસ્પર્શી ગઝલ છે હિમાંશુભાઈ! સ્ત્રીને આપણા સમાજમાં કેટકેટલું વેઠવું પડે છે એની જાણ પૂરુષને દિકરી થાય ત્યારે જ થાય છે.

  વાતને થોડો હળવો વળાંક આપું છું. દિકરી અને ગાય વાળી વાત પર મને મારા પિતાજી એ કહેલી એક વાત યાદ આવી ગઈ કે દિકરી ને ગાય દોરે ત્યાં જાય એ જૂની વાત થઈ ગઈ. અમારે વડોદરામાં તો કહેવું પડે કે દિકરી ને ગાય ફાવે ત્યાં જાય.

 2. આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
  મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

  -સરસ વાત!

 3. મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
  કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

  બહુ જ સુંદર વાત..!

 4. બહુ સરસ ભાવ

 5. આ બે તમારા હાથ છે, દુનિયા અમારી
  મારા તમે બે હાથમાં દુનિયા સમાવો

  લોકો કહે છે ગાય જેવી દિકરી હો
  ચાલો ફરીથી એમને ખોટા ઠરાવો

  મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
  કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો

  very nice abhivyakti… my hubby also liked this one the most!

 6. બહુ સરસ રચના… દિલની અંદરથી આવે તો જ રચનામાં આવી મીઠાશ શક્ય છે !

 7. This is by far one of your best poems. Very deep thought and touching!

 8. મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
  કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો … Sundar..

 9. હિમાંશુભાઈ,
  લાગણીથી…અંતરથી નીકળેલ ગઝલ…….

  એક બસ અફસોસ ડંખે છે મને
  દીકરી કાં અમને ના આપી તમે
  દીકરો ચેતન ભલે છે લાડકો,
  દીકરીની લાગણી ક્યાથી મળે…..

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 10. himanshu bhai after reading this i was back to my childhood. with my parents and brother. will like to read more this type of poems.
  thx a lot

 11. ખૂબ સુન્દર રચના. છેલ્લી બે લાઇનમાં એક પિતા નું દિલ રેડાઇ ગયું છે.

  ગમે તેવો કઠોર લાગતો પિતા પન બે પ્રસંગોએ આંસુ નથી રોકી શકતો..

  એક દીકરી ઘર છોડે છે ત્યારે..

  દીકરો તરછોડે છે ત્યારે..

  પહેલો પ્રસંગ દરેક દીકરીના પિતાને મળે
  અને બીજો કોઇને ન મળે…

  દીકરીની સંવેદના વિષે પરમ સમીપે પર “ભાવ વિશ્વ ” માં અનુકૂળતાએ વાંચેશો તો આપને ગમશે એવું માનુ છુ
  કદાચ આપે વાંચુ હોય તેવુ પણ બને.

  આભાર અને અભિનન્દન

  http://paramujas.wordpress.com

 12. ખૂબ સરસ રજૂઆત. અભિનંદન.

 13. ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલા
  વ્હાલપ તમારું મારા કણ્-કણ માં સમાવો

  મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડી
  કાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …

  Touching! Very nice peom, Himanshubhai! Bina

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: