આજે ફરી ચમનમાં

When do we think of God? Enjoy!

આજે ફરી ચમનમાં, તારી ખબર મળી છે
ડાળી અને પવનમાં, તારી ખબર મળી છે

ધરતી અને ગગનમાં, તારી ખબર મળી છે
મૃત્યુ અને જીવનમાં, તારી ખબર મળી છે

પાસે ભલે બધું છે, કોઈ કશે કમી છે
વ્યાકુળ થયેલ મનમાં, તારી ખબર મળી છે

મસ્તક કરી ને ઉપર, દોડી બધે રહ્યોતો
ઠોકર, કશે પતનમાં, તારી ખબર મળી છે

રસ્તો બીજા બતાવ્યે, મળતો કદી ના તારો
એમજ કદી મનનમાં, તારી ખબર મળી છે

જેને કહીતી પાગલ લોકોએ, ને દિવાની
મીરાના મન મગનમાં, તારી ખબર મળી છે

છાબો ભરીને આશા, મળવા તને ગયોતો
નિર્મોહ શા નમનમાં, તારી ખબર મળી છે

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૩.

Advertisements

5 Responses

 1. saras vaat kari himnashubhaai,

  જેને કહીતી પાગલ લોકોએ, ને દિવાની
  મીરાના મન મગનમાં, તારી ખબર મળી છે

  છાબો ભરીને આશા, મળવા તને ગયોતો
  નિર્મોહ શા નમનમાં, તારી ખબર મળી છે

  aa sher bahu gamyaa

 2. જેને કહી’તી પાગલ લોકોએ, ને દિવાની
  મીરાંના મન મગનમાં, તારી ખબર મળી છે…

  -સુંદર શેર….

 3. જેને કહીતી પાગલ લોકોએ, ને દિવાની
  મીરાના મન મગનમાં, તારી ખબર મળી છે

  છાબો ભરીને આશા, મળવા તને ગયોતો
  નિર્મોહ શા નમનમાં, તારી ખબર મળી છે

  I also liked these sher very much!!

 4. Wah,
  ” Mrutyu ane Jivan ma Tari Khabar Mali chhe.”
  Very nice.
  sush
  sush29@gmail.com

 5. હિમાંશુભાઈ,
  ક્યા બાત હૈ…..બહોત અચ્છે…

  જેને કહીતી પાગલ લોકોએ, ને દિવાની
  મીરાના મન મગનમાં, તારી ખબર મળી છે
  છાબો ભરીને આશા, મળવા તને ગયોતો
  નિર્મોહ શા નમનમાં, તારી ખબર મળી છે

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: