કરે લાચાર જે મનને

Friends

A muktak this time.

Is it possible for us to get handicapped by our own support systems? Enjoy!

કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી, તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ, કે ડાહ્યા શું, દિવાના શું…

(c) હિમાંશુ ભટ્ટ … ૨૦૦7

14 Responses

  1. very nice muktak….

    જીવીતો = જીવી તો

  2. સુંદર મુક્તક…

  3. વાહ…
    મજા આવી ગઇ…. !!
    આની તો પ્રિંટ કરીને મારી ઓફિસમાં લગાવી દઇશ…

  4. હું આને ટહુકો માટે લઇ શકું ?

  5. પ્રિય હિમાંશુભાઈ,

    ‘કુમાર’ના નવેમ્બર,2007ના અંકમાં આ મુક્તક વાંચ્યું. ખૂબ આનંદ અને ગર્વની લાગણી થઈ. ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

  6. અભીનંદન હિમાંશુંભાઈ..સરસ.

  7. congratulations, himanshubhai.

    nice mukatak…

    કુમારમાં પ્રકાશિત થયું છે ફકત એટલે જ નહીં..ન થયું હોત તો પણ તેની ગુણવતા વિષે કોઇ બેમત ન હોઇ શકે.

    સુન્દર રચના અને રચનાકારને અનેક શુભેચ્છાઓ સાથે..

    નીલમ દોશી

    http://paramujas.wordpress.com

  8. નીલમબહેને કહ્યું તે દોર લંબાવીને કહી શકાય કે આપણો આદર્શ પ્રિન્ટ મીડિયા ન હોવો ઘટે. ત્યાં છપાય એનું ગૌરવ તો છે જ પણ ખાસ તો મુક્તકનું સ્તર આપણે માણીને આનંદ વહેંચીએ.

    છંદની શુદ્ધતાથી સ્પષ્ટ વિચાર અને તે પણ કાવ્યમય બાનીમાં મુકાયો એનું મહત્વ ઘણું છે. બંને રીતે સર્જકને અભિનંદન અને ધન્યવાદ.

    આના જ અનુસંધાને બ્લોગજગતનાં પણ ઉંચી કક્ષાનાં સર્જનોને કોઈ ને કોઈ રીતે પ્રચારાય અને એની નોંધ લેવાતી રેહે એવી કાયમી પીઠિકા રચાય એ પણ જરૂરી બની ગયું છે.

  9. મારાં હાર્દીક અભીનંદન.

  10. હિમાંશુંભાઈ, અભીનંદન !!

Leave a reply to વિવેક જવાબ રદ કરો