ગુલોગુલ અલગ છે

Friends

There is an inherent diversity in nature. In addition, to this diversity, everything around us is constantly changing.  Enjoy! 

મારી આ ગઝલનો છેલ્લો શેર એક ઐતિહાસીક ઘટના ઉપર આધારિત છે. મહાભારત પછીની આ વાત છે. શ્રી ક્રુષ્ણના મરણ પછી, અર્જુન દ્વારિકાથી પાછા આવતા હોય છે ત્યારે તેમને એક કાબા નામનો ભીલ લલકારે છે અને પછી લુંટે છે.  એ ઘટના ઉપર આધારીત એક કહેવત મમ્મી પાસેથી સાંભળેલ, તે હજુ યાદ છે. Thanks to Hemant Punekar and Dr. Vivek Tailor for verifying the timing of this story. Please refer  to this link for the story.

સમય સમય બલવાન હૈ, નહી મનુષ બલવાન
કાબે અર્જુન લુંટીયો, વોહી ધનુષ, વોહી બાણ

—-

Now here’s the ghazal. Enjoy!

—-

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

 

(c) હિમાંશુ ભટ્ટ… ૨૦૦૭
 

Advertisements

28 Responses

 1. ખૂબ જ સુંદર ગણગણવાનું મન થયા કરે એવી ગઝલ છે…

  અભિનંદન હિમાંશુભાઇ!

  હવે બે વાત મારા ધ્યાનમાં આવી…
  1) ‘પીગળતો’ જોડણી આવે… ?
  2) છેલ્લા શેરમાં ‘જીત્યો કૌરવોને…’ માં ‘જી’ને લીધે લગાગા નહીં પણ ગાગાગા થઇ જાય છે એવું લાગ્યું… અને એટલે ગાતી વખતે જરા કઠતું હોય એવું મને લાગ્યું… અને મેં માત્ર આવું કંઈક ગોઠવીને ગાઈ જોયું, “કુરુને હરાવ્યા, એ કાબાથી હાર્યો…” – તો જરા બરાબર લાગ્યું…

  ભૂલચૂક બદલ ક્ષમા હિમાંશુભાઇ! પણ તમને તો ખબર છે કે હું તો હજી છંદના ‘છ’ને જ ઘુંટું છું એટલે કદાચ મારી સમજણમાં પણ ભૂલ હોઈ શકે છે! પણ તમે આને જરા સમજાવશો તો મને જ એમાંથી કંઈક શીખવાનું મળશે…

 2. સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
  હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

  vaah saras rachana chhe

 3. himanshu
  nice ghazal. jivan ni uniformity ma rahel vaividhya ne tame saras rite ujagar karyu chhe. tamari kruti kavyani ane jivanni em banne kasoti par khari utre chhe.
  raeesh maniar

 4. પ્રયત્ન તો ઘણો કર્યો, પણ આ hidden symmetryનું રહસ્ય કાંઈ સમજાયું નઇં… તમે ક્યારે એને ખોલશો? 🙂

 5. ઘણી સુંદર ગઝલ… બધા જ શેર સુંદર છે… સાચે જ કાબિલ-એ-દાદ..

 6. ખુબ સુંદર ગઝલ છે હિમાંશુભાઈ! સમય સાથે બદલાતા નજારાની તમારી વાત પરથી તો શંકરાચાર્યનું ભજગોવિંદમ્ યાદ આવે છે.

  દિનમપિ રજની સાયંપ્રાતઃ
  શિશિર વસન્તો પુનરાયાત …..

 7. બહુ સરસ ગઝલ

 8. હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

  Very Good

 9. હિમાંશુભાઈ, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અર્જુન લુટાયો એ ઘટના મહાભારત થયા પછીની છે. કૃષ્ણના મૃત્યું પછી અર્જુન રોષે ભરાઈને એ ભીલને મારવા જાય છે જેના બાણથી કૃષ્ણનું મૃત્યું પામ્યા છે. એ ભીલ સાથેની લડાઈમાં એ હારી જાય છે અને એને લુટી લેવામાં આવે છે.

 10. Hemant

  You may be right. Anyone else care to confirm the timing of the incidence?

  Himanshu

 11. કાબો અર્જુનને લૂંટે છે ત્યારે અર્જુનના હાથમાં ગાંડીવ ધનુષ્ય પણ હોય છે, પણ અર્જુન કાબાને મારવા જાય છે અને કાબા નામના ભીલે કૃષ્ણનો જીવ લીધો એ વાત મારી જાણ બહાર છે… જે કહેતી કૃતિના મથાળે મૂકી છે, એમાં થોડો ફેરફાર આ પ્રમાણે કરવો ઘટે:

  સમય સમય બલવાન હૈ, નહી મનુષ બલવાન
  કાબે અર્જુન લુંટિયો, વો હી ધનુષ, વો હી બાણ.

 12. Thanks to Vivek and Hemant on helping me verify the timing and the circumstances surrounding the Arjuna incidence.

  Here is a link that provides a more detailed version of the history/mythology:

  http://www.suite101.com/article.cfm/mythology_from_india/73701/2

 13. Nice ghazal!

  Enjoyed reading it and the history behind the last sher as well.

 14. Thanks to Vivek and Himanshubhai for explaining my chhand-confusion!

  and yes, the history lesson was very refreshing…!

 15. હિમાંશુભાઇ,

  http://www.suite101.com/article.cfm/mythology_from_india/73701/1

  આ જે લિન્ક આપે આપી છે એના પર જે વાર્તા છે એ પુરાણની દ્રષ્ટિએ યોગ્ય છે. અને હા, આ ગઝલ માટે તો ફરી ફરીને અભિનંદન… હવે પેલી છુપાયેલ રહસ્યની વાત પણ કહી દો…

 16. સુંદર ગઝલ હિમાંશુભાઈ- લગાગા નું અષ્ટદલ પુનરાવર્તન અને વૈવિસધ્ય રૂપક સંયોજન સાચે જ સંમોહિત કરે છે.

  અને….કવિ આચ્છાદિત ગુપિત રહસ્યનું ઉદઘાટન તો કવિએ જ કરવું પડશે.

  આ ગઝલ વાંચતાં જ મને આવી જ એક સું દર ગઝલ નું સ્મરણ થયું;

  અવાજ જુદો (રાજન્દ્ર શુક્લ)

  જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
  પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

  રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
  જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

  જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
  અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

  મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
  અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.

  ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
  હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!

 17. Dear Himanshubhai,
  I liked the first “BANDHARAN” more.I liked “Vidhi no Irado Alag Chhe.”Excellent.
  sush.

 18. A very good Ghazal indeed Himanshu -It has deep meanings and lots of messages–Keep it up- With best wishes–Yusuf

 19. Himanshubhai,

  I like the first form. I think every second sher supports the first sher strongly and brings out the meaning a little more.

  It does remind me of your own ghazal, in terms of meter, “Musafir Ne Aaje”. As a matter of fact, as soon as I read the first line, in my mind, I started humming this in the same tune for “Musafir”.

 20. ખુબ જ સરસ રજુઆત અને વિચારો હિમાંશુભાઈ…
  આવી ઉમદા કૃતિ માટે અભિનંદન….

 21. Very nice Himanshubhai.

 22. અલગ છે = It’s Different (from Meggie Tomato Ketchup)

  Very nice. 🙂

 23. હિમાંશુભાઈ

  સુંદર કાવ્ય ……..

  ગઝલ પણ અલગ છે વિચારો અલગ છે,
  ને સૌ શેર કેરા પ્રભાવો અલગ છે
  હો જડ કે હો ‘ચેતન’,ફરક કોને અહિયાં
  નજર પણ અલગ છે, નજારો અલગ છે

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 24. Himanshubhai

  Really fantastic Gazal.
  You recall real life in India and the life what living here.

  ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
  અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

  Thanks for such nice creation. Very touchy and wonderful.

 25. Himanshubhai:

  Very nice! I have recited this gazal on Gujarati Kavita channel here:
  https://www.youtube.com/channel/UCQGuWAqNrHlDfDgpkbStiXA
  Please let me know if you have objection and I will remove it, otherwise I plan to recite few more of your poetry here.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: