સાવ ધીમા સાદમાં

One of my earlier ones. Where is God? Enjoy! 

સાવ ધીમા સાદમાં, તું હોય પણ
ને નગારે નાદમાં, તું હોય પણ

તું જ તો છે પર્ણનું ખરવું, અને
વૃક્ષની ફરિયાદમાં, તું હોય પણ

ચૈતરી જો તું ગહન જ્વાળા બને
શ્રાવણી વરસાદમાં તું હોય પણ

 કેટલા ધર્મો ઘડ્યા મળવા તને
એમના વિખવાદમાં, તું હોય પણ

જીતનારાની હશે તલવાર તું
હારના વિષાદમાં, તું હોય પણ

જે છબી દિલથી કદી હટતી નથી
એક ભીની યાદમાં, તું હોય પણ

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૪

Advertisements

15 Responses

 1. Where is God? Anywhere, Everywhere! Nice one!

 2. બહોત ખુબ ..

 3. સુંદર રચના…

  કેટલા ધર્મો ઘડ્યા મળવા તને
  એમના વિખવાદમાં, તું હોય પણ

  -સરસ વાત…

 4. ઉમદા વાત…

  શેષ-શય્યા પર હશે શયન તારું,
  કાંટાભરી પથારીમહીં,તું હોય પણ….

 5. તું જ તો છે પર્ણનું ખરવું, અને
  વૃક્ષની ફરિયાદમાં, તું હોય પણ

  સરસ શેર……સરસ ગઝલ!

  પારંપરિક જોડણીને પ્રમાણે વિશાદ નહીં પણ વિષાદ યોગ્ય ગણાશે.

 6. simple in words, deep in meaning, crafty, at the same time touchy.

 7. Ek bhini Yaad ma Tu Hoy pun….Very Nice.

 8. તું જ તો છે પર્ણનું ખરવું, અને
  વૃક્ષની ફરિયાદમાં, તું હોય પણ

  સુંદર રચના

  – રાજીવ

 9. જે છબી દિલથી કદી હટતી નથી
  એક ભીની યાદમાં, તું હોય પણ

  simply simple, but very nice and touchy….

 10. વિષાદની જગ્યાએ અવસાદ લઇ શકાય? જો શક્ય હોય તો.

  ‘વિ’ ને ગુરુ ના કરવો પડે. છંદ પણ સચવાય અને ભાવ પણ.

 11. હિમાંશુભાઈ,
  સાવ ધીમા સાદમાં, તું હોય પણ
  ને નગારે નાદમાં, તું હોય પણ
  કેટલા ધર્મો ઘડ્યા મળવા તને
  એમના વિખવાદમાં, તું હોય પણ

  સુંદર …….
  આ શહેરી નાદ માં તુજ સાદ ખોવાયો ભલે
  ગુંજે છે મુજ કાન માં ટહુકો હજી તારો સખે
  તું ગમે તે રૂપ લૈ ને છો ગમે ત્યાં વીચરે,
  જડ મહીં પણ શોધશો તો ,ત્યાંય પણ ચેતન હશે

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 12. કેટલા ધર્મો ઘડ્યા મળવા તને
  એમના વિખવાદમાં, તું હોય પણ

  વિશાળતા વ્યક્ત કરતી પંક્તિઓ. માત્ર ધર્મમાં જ સીમિત નહીં પણ એના વિખવાદમાં પણ … અભિવ્યક્તિની નવિનતા સ્પર્શી ગઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: