શું કરશું અમે?

Friends

This ghazal is coming after a long break. Hope you will enjoy it.

This ghazal draws from many observations about social interactions. Is it really possible to change people? You decide … Enjoy!

 

શું કરશું અમે?

 

આ સભાઓમાં બેસી શું કરશું અમે?
પગને મૃગજળમાં બોળી શું કરશું અમે?

હો અડાબીડ વૃક્ષોનું જંગલ કશે
ત્યાં વધુ એક રોપી શું કરશું અમે?

જ્યારે માણસ, ને માનસ હો વતૃળમાં બંધ
તો કહો ત્યાં પ્રવેશી શું કરશું અમે?

જ્યોત થી દૂર દોડી ને લંબાય જે
એવા પડછાયા ઓઢી શું કરશું અમે?

કેદ મારામાં છે, ત્યાં લગી ભાર છે
લાગણીઓ ને રોકી શું કરશું અમે?
 
“હું બધે છું”, કહી એ, કશેના મળે
એની વાતોમાં આવી શું કરશું અમે?

 

હિમાંશુ ભટ્ટ, ૨૦૦૭

Advertisements

9 Responses

 1. Kaho Manas ane Manas ho Vartul ma Bandh,
  Tyan praveshi shun karshun Ame?
  Suparb.

 2. Dear Himanshu,

  An Excellent gazal ! You are getting better and better in writing poetry ! I liked the phrase ” Pagne mrugjal maa bolee ne shu karshu ame? It is like getting joy out of virtual water ! With best wishes for many more such or better poems and gazals in the future!

  Dineshbhai

 3. Excellent! I started copying the shers I like the most and found that I might be repeating the whole ghazal here.

  ખૂબ સુંદર! અડાબીડ વૃક્ષઓની વચ્ચે જાણે ચંદનનું વૃક્ષ!

 4. “હું બધે છું”, કહી એ, બધે ના મળે
  એની વાતોમાં આવી શું કરશું અમે?

  – સરસ !

 5. સરળ અને સબળ બાનીમાં રજુ થયેલી ગઝલ.

  એક પ્રકારનો વીદ્રોહ પણ તેય જાણે કે નીરાશાના સુરમાં ઝબકોળાઈને બહાર આવતો સ્વર છે. એક પછી એક ઉદાહરણો આપીને છેવટે “બધે જ” હોવાનો દાવો કરનારનેય ઝપટમાં લઈને એને સચોટ ઉપાલંભ આપ્યો છે.

  લાંબા બ્રેક પછી આવી હોય તોય આ પ્રવૃત્તી વારંવાર થતી રહે એવી આશા રાખવાનું સહજ છે. વધુ રચનાઓ આવતી જ રહે !!

 6. સુંદર ગઝલ છે હિમાંશુભાઈ! લાંબા સમય પછી સુંદર રચનાઓ સાથે આવ્યા છો. આવી રચનાઓ પોસ્ટ થવાનો સિલસીલો ચાલુ રહે એવી શુભકામના!

 7. આમ તો બધા જ શેર સારા છે પણ આ જરા વધુ અડી ગયો-

  “હું બધે છું”, કહી એ, કશેના મળે
  એની વાતોમાં આવી શું કરશું અમે?

  -ઈશ્વર સાથેની લડાઈ આપની ગઝલોમાં અવારનવાર જોવા મળે છે…

 8. pagne mrugajalma boli shakojo tame
  pamo Ishwarne dhartini raj raj mahi

 9. jyot thi dur dodi ne lankhae chhe
  evaa padchhaya odhi shun karshun amey

  As always, Himanshu bhai, it hard to choose the best sher in any of your ghazals. They’re all so good. After much thought, I chose the one above.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: