નથી જો લાગણી તો શું થયું?

Friends

આપણી “weekends” પર કોઇના ઘરે જવાની કાંતો કોઇને ઘરે બોલાવવાની ઇચ્છાના મૂળમાં શું હોય છે? શું પોતાની જાતને મળ્યા પહેલા બીજા કોઇને ખરેખર મળવું, ઓળખવું શક્ય છે? 

Enjoy!

This ghazal was first posted on http://urmisaagar.com/saagar/?p=630

 

નથી જો લાગણી તો શું થયું?

નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

 (c) હિમાંશુ ભટ્ટ 2008

Advertisements

18 Responses

 1. તમારો બ્લોગ આજે જ જોયો. તમારી મૌલિક રચનાઓ માણવાની મજા આવી. Keep it. up.

 2. Dear Himanshu,

  The following four lines are excellent. I can relate to it from my life experiences! With best wishes for many more such golden nuggets of Gujarati literature!

  Dinesh O. Shah

 3. Dear Himanshu,

  The following four lines are excellent. I can relate to it from my life experiences! With best wishes for many more such golden nuggets of Gujarati literature!

  Dinesh O. Shah

  નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
  તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

  સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
  જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

 4. બધા જ શેર બહુ જ ભાવવાહી છે.
  પણ આ સૌથી વધુ ગમ્યો

  બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
  હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

  ગઈ કાલે જ સુઝેલો એક વીચાર …
  કોઈક ચહેરા પર એક નાનકડું સ્મીત પ્રગટાવી શકીએ તો , તે મોક્ષથી અનેક ગણું ઉમદા છે.

 5. Dear Himanshubhai,
  Excellent Kavita. All Shers are suparb.

 6. રચના ખૂબ ગમી.
  સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
  કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

  વાહ!

 7. છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા…

  ઘણા લાંબા સમય પછી ફરી નજરે ચડ્યા છો… હવે વારંવાર ચડતા રહેજો, દોસ્ત!

 8. wonderful gazal …

  baddhaa j ash-aar bharpur banya chhe .. khaas gamya hoy to aa,

  સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
  કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

  નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
  તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

  સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
  જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

 9. vaah

  farithi vanchvani maja aavi

  નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
  તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

  saras sher !!

 10. નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
  તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

  સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
  જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

  બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
  હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

  Dear Himanshu,

  The Gazal is excellent.
  I can relate this with my life long learning and experiences.
  With best wishes for many more such golden nuggets of Gujarati literature!

  Rajendra
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 11. સમુદ્ર પોતાનાં અનંત મોજાઓ વડે ચટ્ટાન પર પ્રહારો કરે છે. ચટ્ટાનનાં અટ્ટહાસ્ય વડે કિનારો ગાજી ઊઠે છે. ને વિખરાયેલું મોજું ભુતકાળનીં આવી જ એક ચટ્ટાનનીં રેતીને પોતાનીં સાથે પેટાળમાં ઢસડી જાય છે.

 12. વાહ!

  આ રચના ખૂબ ગમી.

  નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
  તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

 13. kharekhar sundar gazal………
  ane khas to RADIF bahu gamyo…!
  -abhinandan mitra!

 14. નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
  તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

  સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
  જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

  –વાહ વાહ હિમાંશુભાઇ શું વાત છે આમાં તો

 15. સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
  જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

  wonderful ,વાહ વાહ

 16. તમારો બ્લોગ આજે જ જોયો. તમારી મૌલિક રચનાઓ માણવાની મજા આવી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: