શૂન્યતા

Ever had a broken friendship or a soured relationship? Enjoy!

શૂન્યતા

મહેફિલની શૂન્યતામાં જોયા કરું છું જેને

આજે ને કાલે કરતાં, ટાળ્યા કરું છું જેને

મુઠ્ઠી છૂટે ના મારી, કરું કેટલા પ્રયત્નો

એ બેસું છું વિચારી, સામે મળે તો સારું

લો આવી પાસે એની, બેસ્યો છું આજે તો પણ

ડંખે છે મનને હરદમ, વિતેલી ચાર ઘડીયો

બોલું ન કાંઇ હું ને, બોલે ન કાંઇ એ પણ

આ આગ ઠરતા ઠરતા, ન કફ્ન ચઢે તો સારું

આ માનવીના મનને, ક્ળવું બહું કઠીન છે

જે હોય છે સમિપે, તેનો ક્યાં કદીય ખપ છે?

ગતિ જોઇને બીજાની, માંડી છે દોડ મેં પણ

મંઝિલ છે ક્યાં વિચારી, રસ્તા મળે તો સારું

(c) હિમાંશુ ભટ્ટ (૧૯૯૮)

Advertisements

ક્ષણ

I am archiving a wonderful post from  that my dear friend ઊર્મિ had made earlier this year for my poem ક્ષણ. You can enjoy the original post here.

—- from Gagar ma Sagar —-

ઘણા વખતથી જાણે આપણી આ ગાગરની અંદરનાં સાગરનાં પાણી થોડા ઊંડા ઊતરી ગયા હોય એમ હું બહુ ભરતી નથી આવી શકી.  પરંતુ ઊર્મિસાગર.કૉમની દરેક વર્ષગાંઠને કવિઓનાં શબ્દ અને સ્વરથી ઉજવવાનો ચાલુ કરેલો ચીલો આ વખતે પણ ચાલુ જ રહેશે, એની ખાતરી આપું છું.  સમય સમય પર અહીં આપની સમક્ષ થોડી બુંદો લાવવાની કોશિશ જરૂર કરતી રહીશ.  અને હાલની વ્યસ્તતામાંથી સમય મળતા જ ભવિષ્યમાં હું ફરી નિયમિત રીતે આપની સમક્ષ આ ગાગરમાં થોડી કવિતાની બુંદો લાવી શકું એવી તમારી સાથે સાથે હું પણ સ્વયં પાસે આશા રાખું છું. તો ચાલો, આજથી એક સપ્તાહ માટે આપણે માણીએ, કવિનાં શબ્દ અને સ્વરની જુગલબંધી…

આજે મારા એક ખૂબ સારા કવિ મિત્ર હિમાંશુભાઈ ભટ્ટનું એક મુક્તક અને એક ગઝલમાંનાં શબ્દને માણીએ અને એમનાં જ સ્વરમાં સાંભળીએ…
img_0293-sml
(છટકતી ક્ષણો… 5/28/2012… ફોટો: ઊર્મિ)
– મુકતક –
હતી એક ક્ષણ એ, અને એક ક્ષણ આ
હતો એક જણ હું, અને એક જણ આ
કદી છે છલોછલ, કદી સાવ સૂકું
કહો જળ તો જળ આ, કહો રણ તો રણ આ
(૨૦૦૫)
– ગઝલ –
ક્ષણોની ઝડપથી બદલતી ક્ષણો છે
જો મટકું  છું પાંપણ, છટકતી ક્ષણો છે
હતાશાની ક્ષણ છે, નિરાશાની ક્ષણ છે
ને ઉલ્લાસ તો ક્યારેક આશાની ક્ષણ છે
મથું છું, મથું છું,મથું છું, હું એવો
નજરમાં મેં સૂક્કો દરિયો છે દેખ્યો
હો કાલે ખબર શું, બને કાંઈ એવું
વિતેલી ક્ષણો ને, હું સ્પર્શી શકું ના
છે મન બાવરું, શું સમજાવું એને?
વિતેલી ક્ષણોમાં તો જીવન વસ્યું છે
ફેલાવી હાથો, હું બેસી પડ્યો છું
ક્ષણે ક્ષણને આજે હું દેખી રહ્યો છું
ક્ષણોનો સબબ છે, જો સમજી શકો તો
ક્ષણોમાં છે જીવન, જો સ્પર્શી શકો તો
ક્ષણોમાં ભીંજાણો, ખૂલી મારી આંખો
જીવી લઉં બચેલા છે,બે-ચાર શ્વાસો…

– હિમાંશુ ભટ્ટ (1995)

હિમાંશુભાઈની ગઝલ માટે મને હંમેશા પક્ષપાત રહ્યો છે.  એ ખૂબ જ ઓછી ગઝલો લખે છે પરંતુ ખૂબ જ ગૂઢ હોય છે. તેઓ ખૂબ જ સરળ શબ્દોમાં લખે છે, પરંતુ એમનાં શબ્દને પામવા માટે એમાં ઊંડા ઉતરવું પડે, ડૂબકી મારવી પડે, મરજીવા બનવું પડે…

અહીં તેઓ ક્ષણની વાત લઈને આવ્યા છે.  જો કે વાત માત્ર ક્ષણની નથી, ક્ષણોથી ભરચક આખી જિંદગીની છે.  કવિને ક્યારેક ક્ષણો છેતરામણી લાગે છે તો ક્યારેક વ્હાલી લાગે છે… ક્યારેક આખું જીવન એમાં સમાયેલું લાગે છે તો ક્યારેક એમાંથી ક્યાંક સરી ગયેલું લાગે છે… ક્યારેક ક્ષણોમાં જીવનનો બોધ દેખાય છે તો ક્યારેક એ કોરીધાકોર લાગે છે… ક્યારેક આશાવંત તો ક્યારેક નિરાશાજનક… ક્યારેક ક્ષણોમાં એ પોતે ભીંજાય છે તો ક્યારેક ક્ષણોને પોતાનાથી ભીંજવવાનો યત્ન કરે છે…  અંતમાં કવિ પેલા હિંદી ગીત જેવી જ વાત કરે છે: સો બરસ કી જિંદગી સે અચ્છે હૈ, પ્યાર કે દો-ચાર દિન…

એક આડ વાત તરીકે… હિમાંશુભાઈ સાથેનાં એક ફોન-કોલ દરમ્યાનની એક ક્ષણ મને હજી પણ યાદ છે કે થોડા વર્ષો પહેલા જ્યારે વિવેક મને છંદ શીખવવાની બેફામ કોશિશ કરતો હતો અને મારા મગજની બત્તી હજી થતી ન્હોતી.  ત્યારે એક દિવસ હિમાંશુભાઈ સાથે ફોન પર વાત કરતા કરતા એમણે મને એક ગઝલનું પઠન કરીને બોલીને મને એનો લય સમજાવ્યો… અને એ ક્ષણેએમણે જાણે કે મારા મગજની મેજીક સ્વિચ ઓન કરી દીધી હોય એમ વિવેકનાં બધા પાઠો જે પહેલા સમજાયા ન્હોતા એ બધા ત્યારે તુરત જ એકીસાથે મને સમજાઈ ગયા હતા.  આ તો અહીં એમણે ક્ષણની વાત કરી એટલે મને પણ મારી એ મેજીકલ મોમેંટ યાદ આવી ગઈ…  ઊર્મિ:)

પાકી દિવાલો ને કાચા છે કાન

This post was created and originally posted by Jayshree Bhakta on Tahuko. Please visit her site for an unmatched collection of Gujarati poems and songs.

—-

ગઈ Christmas અને New Year ની વચ્ચે રજા લઈને ‘New Mexico’ ના ૩-૪ શહેરોની મુલાકાત લીધી. San Francisco અને Los Angeles જેવા USA cities માં રહ્યા પછી આમ તો Alamogordo જેવી જગ્યા Middle of Nowhere જ લાગે..! પણ મઝા આવી..! ઘણી જ મઝા આવી..! There is life beyond big cities.. એ વાત આમ ભલે ખબર હોય – પણ એ વાતની ફરીથી એકવાર સાબિતી મળી હોય એવું લાગ્યુ..!

આજે જ્યારે શહેરોની વસ્તી વધતી જ જાય છે – અને ગામડા ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે – ત્યારે હિમાંશુભાઈનું આ ગીત જાણે એ ગ્રામ્યજીવનની મીઠપની ફરી એકવાર યાદ અપાવે છે.

– Jayshree Bhakta

(શહેરો થઇ ઉગ્યા મકાન….   Chicago, August 8, 2010)

*******

પાકી દિવાલો ને કાચા છે કાન
જુઓ શહેરો થઇ ઉગ્યા મકાન
બધે શહેરો થઇ ઉગ્યા મકાન
અહિં ઉંચા છે, ઉંચા છે માણસના માન
જુઓ શહેરો થઇ ઉગ્યા મકાન
બધે શહેરો થઇ ઉગ્યા મકાન

પાકાશા રસ્તાપર કાચાશા ગામ
ઉનાળે મસ્તીના એ મારા ધામ
બધા ચહેરા પર મળતાતા નામ
હવે શહેરો થઇ ઉગ્યા મકાન

ફળિયામાં અંબરને, નદીઓમાં સ્નાન
નાનીશી ઓરડીઓ, ગાતી’તી ગાન
અરે, શૈશવ, ક્યાં જાતું ર’યું આમ?
હવે શહેરો થઇ ઉગ્યા મકાન

શોધું છું ઉર્મીને શહેરોમાં આજ
જાણે, શોધે પતંગીયું ફૂલ
સૃષ્ટિના પાલવને છોડીને, લાગે છે
માનવની થાતીહો ભૂલ …

કદી ઇશ્વર ના પકડાવે કાન …
બધે શહેરો થઇ ઉગ્યા મકાન
જુઓ શહેરો થઇ ઉગ્યા મકાન
બસ શહેરો થઇ ઉગ્યા મકાન …

– હિમાંશુ ભટ્ટ

સાંજ ટાણે …

સાંજ ટાણે…

સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?

હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.

એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

This ghazal also appeared on Layastaro

ઇતિહાસ

I recently came back from an overseas tour. Visiting some of the historic places made me think about all the different perspectives that people and populations may have on some of the same historic events. Here is a muktak on the many shades of history, with an introduction from Vishwadeepbhai Barad from the Gujarati Sahitya Sarita in Houston, TX.

સત્યના બે પ્રકારો હોય શકે ખરા? ત્યાં કવિએ પ્રશ્નાર્થ મુકી દીધો છે.ને વાંચકો પર છોડી દીધું છે. પણ ઈતિહાસ, ભુતકાળમાં નજર નાંખો..તો જે હિટલરને જગતના ઘણાં વ્યક્તિ નફરતથી જુએ! પણ બીજા દ્ર્ષ્ટિઅકોણથી જુઓ તો જર્મન દેશમાં એમને પ્રત્યે કુણી લાગણી જોવા મળે! એજ રીતે આપણાં પુરાણ પુસ્તક”રામાયણ”માં રાવણનું પાત્ર ને દરેક વ્યક્તિ જુદી, જુદી દ્રષ્ટિથી જુએ છે..પણ સત્યને કઈ નજરથી નિહાળો એની પર આધાર છે..સત્યતો સત્ય છે..પણ એને સમજવું, જાણવું લોખંડના ચણા ચાવવા સમાન છે..
-વિશ્વદીપ

તારીખના જ્યાં જ્યાં લખાણો હોય છે

ત્યાં એક તરફા કાં વિધાનો હોય છે?

હો એકનો શૂરવીર, દોષી અન્યનો

શું સત્યના પણ બે પ્રકારો હોય છે?

હિમાંશુ ભટ્ટ (c) ૨૦૦૯

You can also enjoy this muktak at Gujarati Sahitya Sarita

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી…

We hardly get a chance to pause and really get to know our surroundings, really meet and get to know the people around us. Sometimes, our lives seem to go from one day to another, from one event to another. Is it possible that we ignore to live fully in trying to keep pace with environment around us (that we have created)?

One of my favorite thinkers – Henry David Thorough once  said, “How vain it is to sit down to write when you have not stood up to live”. Oh, well!

This ghazal is one of my earlier ones. Enjoy!

I have a short essay on this theme that you might enjoy …

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી

બાકી રહી જે વાત તે કરશું ફરી કદી

ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી

ઝાકળ  થઇને ફુલથી ઝરશું ફરી કદી

ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું

શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના

વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?

મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)

This ghazal was also published on Tahuko

નથી જો લાગણી તો શું થયું?

Friends

આપણી “weekends” પર કોઇના ઘરે જવાની કાંતો કોઇને ઘરે બોલાવવાની ઇચ્છાના મૂળમાં શું હોય છે? શું પોતાની જાતને મળ્યા પહેલા બીજા કોઇને ખરેખર મળવું, ઓળખવું શક્ય છે? 

Enjoy!

This ghazal was first posted on http://urmisaagar.com/saagar/?p=630

 

નથી જો લાગણી તો શું થયું?

નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

 (c) હિમાંશુ ભટ્ટ 2008