મુંબઈના નગરસેવક…

Growing up in India, corruption seemed everywhere around us.  I grew up in Mumbai and saw some of this up close. This hazal is intended to poke fun at those corrupt BMC officers and politicians at large in India…  😉

મુંબઈના નગરસેવક …

કામ આ કેવું ફળે છે આપને …
સહુ કરે, જેવું ગમે છે આપને!

આ નગર આખું તમારા પગ તળે
સાંજના સૂરજ નમે છે આપને!

કોઈ પણ બિલ્ડીંગ બને છે જો કશે
એક-બે માળા મળે છે આપને

કોઈ પણ હો, આપને પરવા નથી
જે મળે આવક, સદે છે આપને

આપને ઉપડે કદી જો ચળ કશે
કેટલા લોકો ખણે છે આપને

શહેર ના સેવક થયા છો ત્યારથી
શહેર ની સેવા મળે છે આપને!

 

હિમાંશુ ભટ્ટ … 2005

Advertisements