જીવનનો સાર

આજે એક જૂની રચના – કર્ણિક ભાઇ શાહના મધુર અવાજમાં. આનું રેકૉર્ડીંગ એક બેઠ્કમાં થયેલું છે, તેથી વાથ્યોની કમીછે. તો પણ આશા છે કે તમે ગઝલની મજા માણી શકશો … ગઝલ સાંભળવા માટે ટહુકો પર જાવ.

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે

જીવનનો સાર એક બે ઘટનાની વાત છે
મંઝિલની વાત છે કદી રસ્તાની વાત છે

સામે હતી ખુશી ને તમે શોધતા રહ્યા
આંખો કરી છે બંધ કાં પરદાની વાત છે

રજનીની બીજી કોઇ નિશાની નહીં મળે
ઝાકળની વાત છે એ શમણાંની વાત છે

ઓળખ તો માનવીની અહિં કોઇ પણ નથી
આંખોમા જે સજાવ્યા છે સપનાની વાત છે

મૃત્યુના રૂપમાં, તને મળશે નવું જીવન
કુંપળ ની વાત માં, કદી ખરવાની વાત છે

આંખોથી શોધશે, તો એ મળશે નહીં તને,
ઈશ્વર, ધરમ, ને પ્રેમ્, એ શ્રધ્ધાની વાત છે

હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

Advertisements

ઇતિહાસ

I recently came back from an overseas tour. Visiting some of the historic places made me think about all the different perspectives that people and populations may have on some of the same historic events. Here is a muktak on the many shades of history, with an introduction from Vishwadeepbhai Barad from the Gujarati Sahitya Sarita in Houston, TX.

સત્યના બે પ્રકારો હોય શકે ખરા? ત્યાં કવિએ પ્રશ્નાર્થ મુકી દીધો છે.ને વાંચકો પર છોડી દીધું છે. પણ ઈતિહાસ, ભુતકાળમાં નજર નાંખો..તો જે હિટલરને જગતના ઘણાં વ્યક્તિ નફરતથી જુએ! પણ બીજા દ્ર્ષ્ટિઅકોણથી જુઓ તો જર્મન દેશમાં એમને પ્રત્યે કુણી લાગણી જોવા મળે! એજ રીતે આપણાં પુરાણ પુસ્તક”રામાયણ”માં રાવણનું પાત્ર ને દરેક વ્યક્તિ જુદી, જુદી દ્રષ્ટિથી જુએ છે..પણ સત્યને કઈ નજરથી નિહાળો એની પર આધાર છે..સત્યતો સત્ય છે..પણ એને સમજવું, જાણવું લોખંડના ચણા ચાવવા સમાન છે..
-વિશ્વદીપ

તારીખના જ્યાં જ્યાં લખાણો હોય છે

ત્યાં એક તરફા કાં વિધાનો હોય છે?

હો એકનો શૂરવીર, દોષી અન્યનો

શું સત્યના પણ બે પ્રકારો હોય છે?

હિમાંશુ ભટ્ટ (c) ૨૦૦૯

You can also enjoy this muktak at Gujarati Sahitya Sarita

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી…

We hardly get a chance to pause and really get to know our surroundings, really meet and get to know the people around us. Sometimes, our lives seem to go from one day to another, from one event to another. Is it possible that we ignore to live fully in trying to keep pace with environment around us (that we have created)?

One of my favorite thinkers – Henry David Thorough once  said, “How vain it is to sit down to write when you have not stood up to live”. Oh, well!

This ghazal is one of my earlier ones. Enjoy!

I have a short essay on this theme that you might enjoy …

ચાલો પછી તો આપણે મળશું ફરી કદી

બાકી રહી જે વાત તે કરશું ફરી કદી

ભીનાશ કોઇ પણ હવે તો સ્પર્શતી નથી

ઝાકળ  થઇને ફુલથી ઝરશું ફરી કદી

ઘરથી પરે આ ઘર કર્યું, ચાલો ભલું થયું

શું મેળવ્યું ને શું ગયું? કળશું ફરી કદી

ગુંજ્યા કરે છે ચોતરફ, પડઘા અતિતના

વાળીને આજ, કાલમાં વળશું ફરી કદી

મારામાં પણ હવે કદી, હું કયાં મળું છું દોસ્ત?

મળશે ફરી જો ‘હું’ કદી, મળશું ફરી કદી

હિમાંશુ ભટ્ટ (૨૦૦૪)

This ghazal was also published on Tahuko

નથી જો લાગણી તો શું થયું?

Friends

આપણી “weekends” પર કોઇના ઘરે જવાની કાંતો કોઇને ઘરે બોલાવવાની ઇચ્છાના મૂળમાં શું હોય છે? શું પોતાની જાતને મળ્યા પહેલા બીજા કોઇને ખરેખર મળવું, ઓળખવું શક્ય છે? 

Enjoy!

This ghazal was first posted on http://urmisaagar.com/saagar/?p=630

 

નથી જો લાગણી તો શું થયું?

નથી જો લાગણી તો શું થયું? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

 (c) હિમાંશુ ભટ્ટ 2008

તું જે છે તેજ તું દિસે

Friends

Wishing you all a happy and healthy new year! Here is a new year wish for you, me and everyone….

 

તું જે છે તેજ તું દિસે, કશું પણ આવરણ ના હો

સદા તારા વિચારોમાં રણકતા અન્ય જણ ના હો

ન હો, ભૂતકાળનો સાયો, ન હો આગામની ચિંતા

સદા તું જીવજે એવું, નમાલી એક ક્ષણ ના હો

 

(c) હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

રાતના અંધકારને પડકારીએ તો?

Be the change we want to see in the world around us. – Mahatma Gandhi

In our fast paced lives ours sometimes becomes a compartmentalized existence. We learn to focus on the “here and now” and “me and mine”.  After a while we become immune to issues and problems around us.  After you read this ghazal the first time, I encourage you to read it again – and this time, think from the perspective of your parents and their generation. Read it again, and think from your kids point of view.  I am seeing this as a “generational ghazal”.

This ghazal is coming after a long break. I hope you enjoy reading it as much as I enjoyed writing it. Enjoy!

 

 

રાતના અંધકારને પડકારીએ તો?

 

રાતના અંધકારને પડકારીએ તો?

આંગણામાં દિવડો પ્રગટાવીએ તો?

આપણું ક્યારે મળે નારાજ કોઇ

એને સમજી ને, પછી સમજાવીએ તો?

જો મળે ગમગીન સામે બાળ કોઇ

એક ગમતી વારતા સંભળાવીએ તો?

અન્યને મોટા કરીને જે ઝુકી છે

ડાળની ગાથા કદી સંભળાવીએ તો?

શક્ય છે કે જીંદગી નો અર્થ ના હો

બસ, રમત સમજીને ખેલી જાઇએ તો?

છે ગઝલ, ગીતો અને ગુંજન ઘણા, પણ

એક નોખી ધૂન અમે સંભળાવીએ તો?

 

(C) હિમાંશુ ભટ્ટ, જૂન ૨૦૦૮

 

 

 

 

 

 

 

 

 

હો શક્ય તો સમજાવ તું

ઈશ્વર શું છે?

Often one wonders about the orgin of life and universe. Sometimes, we want to accept the universal definitions of God but are left wondering. Then there are times, when we want to question his existence, but still are not quite convinced.

Remember the famous line: “જે પોષતું તે મારતું, એ ક્ર્મ દિશે છે કુદરતી …”. This ghazal is somewhat inspired by that poem that I studied in high school.

Enjoy!

સસલું કહું? સાવજ કહું?, હો શક્ય તો સમજાવ તું
છે ભૂખ તું, કે ચીસ તું? હો શક્ય તો સમજાવ તું

જ્યાં માણસો મોટા થયા, ત્યાં જીવ નાના થઈ ગયા
આ સંતુલન શાને થયું? હો શક્ય તો સમજાવ તું

છે શ્વાસમાં ધબકાર તું, છો હોયના ધબકારમાં
ચોમેર આ તારાપણું, હો શક્ય તો સમજાવ તું

છે કલ્પના તારી, જગત? કે, કલ્પના મારી છે, તું?
છે  શું ભરમ? ને બ્રહ્મ શું?  હો શક્ય તો સમજાવ તું

એવુંય હો, કે તુંય હો, સર્જન કોઈ સર્જક તણું
છે તત્વ તું, કે તર્ક તું? હો શક્ય તો સમજાવ તું

 

હિમાંશુ ભટ્ટ 2007