સબંધ

સબંધમાં તડ પડવાની સૌથી પહેલી નિશાની શું હોય છે?

જો સહજ વાતો કદી ખૂટી જશે
હાથમાં થી હાથ તો છૂટી જશે
રાત ભર પડખું નથી ફરતા હવે
શું બચેલા સ્વપ્ન પણ તૂટી જશે?

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૪

PS: Friends – I apologize for missing the last update on my blog. Like some friends have suggested, I am posting two entries this time.

4 Responses

  1. સરસ મુક્તક છે. ગાલગાગા ગાલગાગા ગાલગા (૧૧ અક્ષરી રમલ છંદ)

    હિમાંશુભાઈ આ મુક્તકમાં તો એક આખી ગઝલ છુપાયેલી છે. એક શેર મારા તરફથી પણ,

    એક ક્ષણના અણગમાનો ભાર છે
    જનમભરની ગાંઠ પણ છૂટી જશે?

  2. સુંદર મુક્તક… પણ મોઝીલા ફાયરફોક્ષ વર્ઝનમાં એ વંચાતું નથી….

  3. nice muktak himanshubhai…. thanks for posting two creations!! 🙂
    Like hemant said, the whole gazal is hiding in this muktak!!

  4. હિમાંશુભાઈ,
    સુંદર……..
    હું પહેલી વખત તમારા બ્લોગ પર આવ્યો છું,
    મજા આવી ગઈ

    ના ખબર મુજને હતી આવું થશે,
    તું સદા માટે મને છોડી જશે
    આમ ચેતન દિલ બધે દેખાડ ના,
    જે બચ્યું છે કોક એ લૂટી જશે…..

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

Leave a comment